Meera Family Paan Lounge

Meera Family Paan Lounge 200+ Varieties Of Paan From Maharastra. Try The Genuine & Sweet Taste Of Indian Paan! 100% Money Back Quality Guarantee.

11/02/2022
અમીર ઘર નો કાગડો પણબધા ને મોર લાગે છે,અને ગરીબ ઘર નું ભુખ્યુ બાળક ઘણાંને ચોર લાગે છે.
04/10/2021

અમીર ઘર નો કાગડો પણ
બધા ને મોર લાગે છે,

અને ગરીબ ઘર નું ભુખ્યુ
બાળક ઘણાંને ચોર લાગે છે.

कौन कहता है ताजमहल सातवां अजूबा है हमारे साथ हमेशा धोखा हुआ है
15/07/2021

कौन कहता है ताजमहल सातवां अजूबा है हमारे साथ हमेशा धोखा हुआ है

14/06/2021

Jindadil chichora

13/04/2021

Please beware of this kind of new traps

World's first epicurean water available Meera Family Paan Lounge
23/03/2021

World's first epicurean water available Meera Family Paan Lounge

"વિશ્વ જળ દિવસ" નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ.પાણી ની કિંમત અમને કાઠિયાવાડીઓ ને ખબર છે તેટલી મધ્ય ગુજરાત ના લોકો ને નથી. ખૂ...
22/03/2021

"વિશ્વ જળ દિવસ" નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ.

પાણી ની કિંમત અમને કાઠિયાવાડીઓ ને ખબર છે તેટલી મધ્ય ગુજરાત ના લોકો ને નથી. ખૂબ દુષ્કાળ જેલ્યા છે.. મને યાદ છે હું બાલ્યાવસ્થા માં જ્યારે પાણી નું ટેન્કર આવતું ત્યારે ડોલ લઈને પાણી પ્રાપ્ત કરવા મારી મમ્મી ને સહાય કરતો. અરે એકવાર તો જામનગર માં ટ્રેન થી પાણી આવેલું.

પછી પાણીદાર પાટીદાર એવા કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે જલક્રાંતિ અભિયાન ની શરૂવાત થઈ અને લાખો ની સંખ્યા માં ચેકડેમ, બોરીબંધ, ખેત તલાવડી બન્યા અને પાણી ને જ્યાં પણ રોકી શકાય ત્યાં લોકભાગીદારી થી રોકવામાં આવ્યું..

આમ વર્ષો ની પાણી દરિયામાં વહી જતું રોકવાથી જમીન માં પાણી ઉતર્યું, જલસ્તર ઊંચું આવ્યું.. તો નર્મદા ના જળ પાઇપલાઇન થી ગામડે ગામડે પહોચાડ્યા અને સારી water management વ્યવસ્થા ના લીધે અમારી સ્ત્રિયો ને 5-6 કિલોમીટર સુધી પીવાના પાણી માટે ચાલી ને જવું પડતું તે અટક્યું તો બીજી બાજુ ખેતી ની બે સિઝન આવતા આર્થિક સમૃદ્ધિ પણ આવી.

હિન્દુસ્તાન water crisis zone માં પ્રવેશી ચૂક્યું છે.. ત્યાંરે બે પ્રકાર ની સમસ્યા ઉદભવી છે એક તો પાણી ની તંગી અને બીજી પીવા લાયક પાણી ની તંગી..

વિકસતા દેશો ની સમસ્યા એ હોય છે કે વિકાસ માટે ની ભૂખ તેમને અંડસંડ ઉદ્યોગિકરણ માટે પ્રેરે છે અને ઉદ્યોગો પરિસ્થિતિ નો ગેરલાભ ઉઠાવી હવા, જમીન અને પાણી ત્રણેય ખુબજ પ્રદુષિત કરી મૂકે છે.. આવી પરિસ્થિતિ માં pollution regulators જો ભ્રષ્ટ હોય તો તો પછી કહેવું જ શુ..

નદી કેનાલો માં ફીણ યુક્ત, કલર યુક્ત પાણી ઠેર ઠેર જોવા મળે છે તે શું છે? તો અમુક હરામખોરો તો આવું પ્રદુષિત પાણી સીધું જમીન માજ ઉતારી દે છે જે ત્રાસવાદી કૃત્ય કરતા પણ વધુ ક્રૂર છે..

મારી દ્રષ્ટિએ આવા સફેદ કપડાં માં કાળા કામ કરતા લોકો નો હિન્દુસ્તાન ને પાકિસ્તાન-ચીન કરતા વધારે ખતરો છે. ભૂગર્ભ જલસ્તર પ્રદુષિત થતા તે પાણી નો પીવા માં ઉપયોગ લેવાતા તેમાં રહેલા heavy metals ને લીધે દેશ ના નિર્દોષ નાગરિકો કેન્સર જેવા રોગો થતા પોતાની કુદરતી આયુષ્ય ઓછી કરી મોત ને ભેટી રહ્યા છે..

આજ પ્રદુષિત ભુગર્ભ જળ નો ઉપયોગ ખેતી માં થતા શાક ભાજી, અનાજ અને ફળ બધુજ પ્રદુષિત કરી નાખે છે અને તમારો ખોરાક પણ જહેરી બનાવી દયે છે.

આવા લોકો પર માનવ વધ નો અપરાધ નોંધવો જોઈએ અને સજા મળવી જોઈએ.

અંતે, જુના સમય માં ભવિષ્યવાણી થયેલી કે અનાજ અને પાણી પડીકે બંધાશે.. હાલ તે સમય આવી ગયો છે.. અનાજ અને પાણી બંને કોર્પોરેટો ની ચુંગાલમાં ફસાય ચૂક્યું છે.. ભવિષ્ય ની લડાઈ પાણી માટે ની લડાઈ હશે..

પાણી નો કરકસર યુક્ત ઉપયોગ એજ આજની અનિવાર્યતા નથી પણ પાણી ને પ્રદુષિત કરતા તત્વો સામે સામુહિક જંગ ખેલવો તે હવે પ્રાથમિકતા બનાવવી પડશે.

નદી નાળા માં પ્રદુષિત પાણી ઠલવાતું તમારી જાણમાં આવે તો તુરંત ફોટો પાડી લ્યો, વિડિઓ બનાવી લ્યો અને પ્રદુષણ બોર્ડ સહિતના ને ફરિયાદ સાથે સોશ્યિલ મીડિયા પર લોકો ને જાણકારી આપો.. અને સામુહિક લડત આપો.

પાણી બચાવવા કરતા પણ પાણી ને પ્રદુષિત થતું બચાવવું તે આજના સમયમાં સૌથી અગત્ય નું છે.

તમારું શુ માનવું છે?

Source

જોરુકા જેઠીબાઈ :રાજપુતાના ના ખત્રીઓ ની રંગાટી નો કસબ જાડેજાઓ સાથે કચ્છ આવ્યો અને પછી કચ્છ થી હાલાર નું નવાનગર એટલે કે જા...
08/03/2021

જોરુકા જેઠીબાઈ :

રાજપુતાના ના ખત્રીઓ ની રંગાટી નો કસબ જાડેજાઓ સાથે કચ્છ આવ્યો અને પછી કચ્છ થી હાલાર નું નવાનગર એટલે કે જામનગર માં ફુલ્યો ફાલ્યો.

પણ તે સમયે દિવ બંદર ની જાહોજલાલી અને ત્યાંથી કાપડ ની નિકાસ ની મોટી તકો હતી અને આ તક ને માંડવી ના યુવાન પંજુ તાંતરિયા એ ઝડપી અને ત્યાં દિવમાં 16 મી સદી માં રંગાટી નું કારખાનું નાખેલું.. આ કારખાના માં બનતું કાપડ વિદેશો માં ખૂબ પ્રખ્યાત હતું..

પંજુ તાંતરિયા ના લગ્ન માંડવી ના સવજી વલેરા ની પુત્રી જેઠીબાઈ સાથે થયેલા. પંજુ તાંતરિયા નું અવસાન થતાં આ કારખાનું જેઠીબાઈ એ સંભાળેલ. જેઠીબાઈ ને ત્યાં કામ કરનાર તમામ કામદારો નું માં ની જેમ જતન કરતા. એકવાર તેના કારખાના માં કામ કરતો કારીગર કલ્યાણજી ગંભીર બીમારી થયો અને મરણ પથારીએ પડેલ અને જીવ છૂટતો ન હોવાથી જેઠીબાઈએ તેની મૂંઝવણ પૂછી તો કલ્યાણજી એ તેના કિશોરવય ના પુત્ર ની સારસંભાળ ની ચિંતા અને પોર્ટુગિસ સરકારના ધર્માંતરણ ના કાયદા ની ચિંતા જતાવી..

આ સાંભળી જેઠીબાઈ એ તેના પુત્ર ને પોતાના પુત્ર ની જેમ સાચવવાનું આશ્વાસન આપતા કલ્યાણજી ને રાહત થતા તેને જીવ છોડ્યો.. મૃત્યુ પામ્યો.

તે સમયે પોર્ટુગીઝ સરકારે દિવ માં એવો કાયદો ઘડેલો કે કોઈ બિન ખ્રિસ્તી બાળક ના માં બાપ મૃત્યુ પામે તો તેની મિલકત જપ્ત કરી અને બાળક નું ખ્રિસ્તિ ધર્મ માં ધર્માંતરણ કરાવવું..

કલ્યાણજી મૃત્યુ પામતા તેના મૃત્યુ ના સમાચાર છુપાવી જેઠીબાઈએ તેના પુત્ર ના લગ્ન કરી નાખ્યા અને પછી મૃત્યુ જાહેર કર્યું.

કલ્યાણજી નું મૃત્યુ જાહેર થતાંજ પાદરિયો અને અધિકારીઓ અનાથ બાળક નો કબજો લેવા આવ્યા ત્યારે જેઠીબાઈ અધિખમ ઉભા રહી જાહેર કર્યું કે આ બાળક પરિણીત હોય એકલું નથી તેથી તેની મિલકત કબજે ન થઈ શકે કે ન તેનું ધર્માંતરણ.. આમ જેઠીબાઈએ પોતાની હોશિયારી થી ધર્માંતરણ અટકાવ્યું.

આમ જેઠીબાઈએ પોર્ટુગીઝ શાસન સામે ધર્માંતરણ ના કાળા કાયદા સામે બાયો ચઢાવી. આ કાળો કાયદો બીજા લોકો ને પણ હેરાન ન કરે તે માટે જેઠીબાઈએ વકીલ ની સલાહ લઈ પોર્ટુગીઝ ભાષા માં અરજી બનાવરાવી જે અરજી તેને ઓઢણી માં કલાત્મક રીતે છાપી..

આ ઓઢણી લઈ જેઠીબાઈ ગોઆ ગયા અને ત્યાં ના પોર્ટુગીઝ ગવર્નર ની ઓફીસ માં સળગતી મશાલ લઈને ગયેલ.. અને ત્યાં જેઠીબાઈને મશાલ લઈ આવવાનું કારણ પૂછતાં જણાવ્યું કે દિવ માં પોર્ટુગીઝ ધર્માંતરણ ના અયોગ્ય કાયદા ને લીધે ઘોર અંધકાર પ્રવર્તે છે એટલે આ બાબતે પ્રકાશ પાડવા હું આવી છું.

ગવર્નર ને રજુવાત ની આ રીત હૃદય માં સ્પર્શી ગઈ અને તેમની ઓઢણી ની રજુવાત પોર્ટુગલ ની મહારાણી ને ભલામણ સાથે મોકલવામાં આવી.. જેને રાણી એ ગ્રાહ્ય રાખતા આ ધર્માંતરણ નો કાળો કાયદો રદ થયેલ..

રાણી એ જેઠીબાઈ ને તામ્રપત્ર માં તેની અરજી ગ્રાહ્ય રાખતો ચુકાદો આપેલ અને "My Daughter" નું title આપેલ.

દિવ માં જેઠીબાઈ ના ઘરની આગળ અઠવાડિયે એક વખત સરકારી બેન્ડ વગાડવું અને તેના ઘરની પાસેથી પસાર થતા તમામ પોર્ટુગીઝ અફસરો એ જેઠીબાઈ ના માનમાં પોતાના માથા પરથી હેટ ઉતારવાના હુકમ થયા.

આ ઓઢણી દ્વારા હૃદયસ્પર્શી રજુવાત ની રીત બહુજ ચર્ચા માં આવેલી અને પોર્ટુગલ માં તે "Pan de જેઠી" એટલે કે "જેઠી ની ઓઢણી" તરીકે પ્રસિદ્ધ થયેલ. આ ઓઢણી આજે પણ પોર્ટુગલ museum માં રાખવામાં આવેલ છે..

જેઠીબાઈ નો પરિવાર હાલ મુંબઇ સ્થિર થયો છે..

દિવ બસ્ટેન્ડ પર ઉતરો તો યાદ રાખજો કે તે બસસ્ટેન્ડ નું નામ "જેઠીબાઈ બસસ્ટેન્ડ છે.. અને જો હેટ કે ટોપી પહેરી હોય તો તે બોર્ડ સામે ટોપી ઉતારી સ્ત્રીશક્તિ ને જરૂર સન્માન આપજો.

Happy womens day..

12/01/2021

How many people are know of 12th January is swami vivekanand's birthday please comment honestly with you are aware of this day with yes or no

08/12/2020

ભારતમાં પ્રથમવાર એક શિક્ષકને ગ્લોબલ ટીયર પુરસ્કાર 7 કરોડનું ઇનામ ( એવાર્ડ ) ( Global Teacher Prize -award ) મળ્યું છેદુનિયામાં સર્વશ્રેષ્ઠ બનવું કોને ન ગમે. રમત ગમત હોય, કલા હોય, કે પછી કોઈપણ ક્ષેત્રમાં દુનિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન મળે એ દેશ માટે પણ ગર્વની વાત કહેવાય. આવું જ ગૌરવ દેશને હાંસલ કરાવ્યું છે એક પ્રાથમિક શાળાના શિક્ષકે. જેઓનું નામ છે. રણજીત સિંહ ડિસલે.મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની પરિષદ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીત સિંહ ડિસલેને દુનિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન મળ્યું છે. ગ્લોબલ ટીચર પુરસ્કાર માટે દુનિયામાંથી રણજીત સિંહ ડિસલેની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડની સાથે સાથે પ્રાથમિક શાળાનો આ સામાન્ય શિક્ષક કરોડપતિ બની ગયો છે. ગ્લોબલ ટીચર પુરસ્કારની સાથે રણજીત સિંહ ડિસલેને 7 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા છે.આવું પહેલી વખત બન્યું છે કે કોઈ ભારતીયને સર્વશ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હોય. આ પહેલા કોઈ શિક્ષકને આ સન્માન પ્રાપ્ત થયું નથી તેથી રણજીત સિંહ ડિસલેએ ભારત દેશનું નામ પણ વૈશ્વિક કક્ષાએ ગુંજતું કર્યું છે.યુનેસ્કો અને લંડન સ્થિત વાર્કી ફાઉન્ડેશન દ્વારા આ ગ્લોબલ ટીચર પુરસ્કાર આપવામાં આવે છે. ગઈકાલે એટલે કે 3 ડિસેમ્બરના રોજ આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સોલાપુર જિલ્લાના પરિતેવાડી જિલ્લા પરિષદ સ્કૂલના શિક્ષક રણજીત સિંહ ડિસલેએ આ એવોર્ડ જીત્યો હતો. લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સ્ટીફન ફ્રાયે આ એવોર્ડની જાહેરાત કરી હતી.આ એવોર્ડ સમારોહ વર્ચ્યુઅલ યોજાયો હતો. સ્ટીફન ફ્રાયે આ એવોર્ડની જાહેરાત કરતાં જ રણજીત સિંહ ડિસલે ખુશીથી જુમી ઉઠ્યો હતો. પોતાની ખુશીનો પાર નહતો રહ્યો.12 હજાર શિક્ષકોને રાખ્યા પાછળઆ પ્રતિસ્પર્ધામાં દુનિયાના 140 દેશમાંથી કુલ 12 હજારથી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં 12 હજારથી વધુ શિક્ષકોને પાછળ રાખીને ભારતના રણજીત સિંહ ડિસલેએ આ પુરસ્કાર જીતી લીધો હતો.આ કારણે મળ્યો એવોર્ડ?કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ભારતમાં QR કોડ ધરાવતા પાઠ્યપુસ્તકની ક્રાંતિને આગળ ધપાવવાના પ્રયાસ બદલ રણજીત સિંહ ડિસલેને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વર્ષ 2014માં વાર્કી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વાર્ષિક પુરસ્કાર માટે દુનિયામાંથી 10 ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા. આ પુરસ્કાર એવા શિક્ષકોને દેવામાં આવે છે જેણે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય.રણજીત સિંહ ડિસલેના આ નિર્ણયે સૌનું દિલ જીતી લીધુંગ્લોબલ ટીચર પુરસ્કાર જીતવાની સાથે 7 કરોડ રૂપિયા જીતનાર રણજીત સિંહ ડિસલેએ પોતાની ઇનામી રકમમાંથી 50 ટકા રકમ ફાઈનલમાં પહોંચનાર બાકીના 9 શિક્ષક સાથે વહેંચવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મારફતે અભ્યાસ કરવાનો મોકો મળશે. રણજીત સિંહ ડિસલેના આ નિર્ણયે સૌના દિલ જીતી લીધા છે.શુભેચ્છાઓનો વરસાદભારતમાંથી પ્રથમ વખત આ પુરસ્કાર મેળવાનાર રણજીત સિંહ ડિસલેની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રણજીત સિંહ ડિસલેને અભિનંદન પાઠવ્યા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પણ આ એવોર્ડ જીતવા બદલ રણજીત સિંહ ડિસલેને અભિનંદન પાઠવ્યા છે. અભિનેતા અનુપમ ખેરે પણ રણજીત સિંહ ડિસલેની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા.

અકબર ના સમકાલીન ઇતિહાસકાર સ્મિથ કહેતા હતા કે અકબર જુવાની માં લગભગ 5"7' ની ઉંચાઈ વાળો પહોળી છાતી પણ પાતળી કમર વાળો અને લા...
04/12/2020

અકબર ના સમકાલીન ઇતિહાસકાર સ્મિથ કહેતા હતા કે અકબર જુવાની માં લગભગ 5"7' ની ઉંચાઈ વાળો પહોળી છાતી પણ પાતળી કમર વાળો અને લાંબા હાથ વાળો હતો !!
એના પગ પાછળ ની તરફ વળેલા હતા અને ચાલતી વખતે એ એના જમણાં પગ ને જાણે ઘસડતો હોય એવું લાગતું મતલબ કે જાણે લંગડો હોય એવું જ લાગતું !!!
એનું માથું થોડું જમણાં ખંભા તરફ વળેલું હતું અને નાક નાનું હતું અને નાક નું વચ્ચે નું હાડકું ઉભરેલું હતું...
હોઠ એવા હતા કે જાણે ક્રોધ થી ફૂલેલા ના હોય..
વટાણા ના દાણા જેટલો નાનો મસો ઉપર ના હોઠ ઉપર હતો અને રંગ એકદમ કાળો હતો !!!
આ પ્રકાર ની ભદ્દી આકૃતિ હોવા છતાં દાઉદ ઈબ્રાહીમ સંચાલિત આપણું બોલીવુડ હંમેશા અકબર ને સુંદર દેખાવ વાળો અને ધરતી નો હીરો હોય એમ કેમ રજુ કરતા હશે ???
એમને અકબર વિશે ની હકીકત ખબર નહી હોય કે પછી અકબર પ્રત્યે નો પ્રેમ હશે કે પછી હંમેશા ની જેમ ગાંજો પી ને લોકો ને ઉલ્લુ બનાવવાનું જ કામ કરે છૅ આ બોલીવુડ વાળા ???
- હિતેષ રાયચુરા

Address

GF-1, Anoli Complex, Sunrise Park Road, Vastrapur, Nr ADC Bank
Ahmedabad
380054

Opening Hours

Monday 9am - 11:55pm
Tuesday 9am - 11:55pm
Wednesday 9am - 11:55pm
Thursday 9am - 11:55pm
Friday 9am - 11:55pm
Saturday 9am - 11:55pm
Sunday 9am - 11:55pm

Telephone

+91 89052 34567

Alerts

Be the first to know and let us send you an email when Meera Family Paan Lounge posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Club

Send a message to Meera Family Paan Lounge:

Share

Category

Meera Paan - The Family Paan Lounge

Meera Paan is one of the renowned retailers and caterers for Paan and other allied products. Meera Paan is famous with their clients as they serve the pure and genuine products with authentic ingredients in all their preparations. Meera Paan can serve all your parties requirements be it Social events, Weddings, Corporate events or get togethers. We provide customized packages and menu which suites your taste and budget.